મતદારોમાં પાર્ટી નહિ પણ ચહેરો મહત્વનો છે ?કેમ પીઢ રાજકીય નેતાઓ ને પોતાના પક્ષમાં લાવવા પાર્ટીઓમાં હરીફાઈ જામી છે ?

0
34

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ યોજાઈ રહી છે ત્યારે કેટલાક સિનિયર નેતાઓ જે રીતે પક્ષ બદલી રહયા છે તે વાત મતદારોની સમજની બહાર છે, દાખલા તરીકે છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરનાર સિનિયર નેતા મોહન રાઠવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસના આ સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા તે વાત ભારે ચર્ચામાં આવી છે.
મોહનસિંહ રાઠવા અત્યાર સુધી 11 વખત ચૂંટણી લડ્યા છે. જેમાંથી 10 વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આગાઉ છોટા ઉદેપુરના ધારાસભ્ય અને રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી.
સાથે સાથે યુવાનોને તક આપવાની પણ વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યો. જેમાંથી 10 વખત જીત્યો છું. જેતપુર પાવી, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના મતદારો મને ગુજરાતની વિધાનસભામાં સૌથી વધારે વખત જિતાડીને લાવ્યા છે.
હવે મારી 79 વર્ષની ઉંમર થઈ છે આવું કહેનાર પીઢ કોંગ્રેસી હવે નિવૃત્તિના દિવસોમાં ભાજપમાં આવી ગયા છે અને હવે મતદારો ને ભાજપને મત આપવા અપીલ કરશે.

આમ,જીવનભર કૉંગ્રેસ સાથે કામ કરનાર આ પીઢ રાજકીય હસ્તી હવે ભાજપ માટે કામ કરશે.
મતલબ સાફ છે કે મતદારો પક્ષ નહિ પણ જેતે ઉમેદવારને જોઈ વોટ આપે છે તે વાત કેટલીયે જગ્યાએ સાચી પડી છે અને તેથીજ જેતે વિસ્તારમાં પોતાનું વજન ધરાવતા ઉમેદવારો ને પોતાની પાર્ટીમાં ખેંચવા રાજકીય પાર્ટીઓ હંમેશા કાવાદાવા કરે છે.
જોકે અહીં માત્ર ભાજપ કે કોંગ્રેસની વાત નથી પણ તમામ રાજકીય પક્ષોમાં નેતાઓ પોતાની સગવડ કે મરજી મુજબ એક યા બીજી પાર્ટીમાં જાય છે અને આવતા રહે છે તેઓ નું માનવું છે કે પોતાના વિસ્તારમાં મતદારો ઉપર પોતાનું પ્રભુત્વ છે અને તે બેઝ ઉપરજ પાર્ટીઓ બદલતા હોય છે ત્યારે પોતાના વિસ્તારમાં પોતાના વર્ચસ્વ સામે પાર્ટીના સિમ્બોલનું કોઈ મહત્વ નથી તેવું જણાય છે પરિણામે મજબૂત નેતાને આવકારવા દરેક પાર્ટી તલપાપડ હોય છે તેવો માહોલ ક્રિએટ થઈ રહ્યો છે.