હાલમાં બજારમાં મરચું અને જીરામાં ગત વર્ષે કરતા 30થી 50 ટકા સુધીનો ભાવવધારો થઈ જતા લોકો વર્ષભરના સંગ્રહને ટાળી રહયા છે
ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટમાં લાવે ત્યારે તેઓનો પરસેવાનો પાક પાણીના ભાવે ખરીદી લેવાતો હોવાની ખેડૂતો હૈયાવરાળ ઠાલવતા હોય છે પણ એજ પાક બજારમાં બાદમાં મોંઘા ભાવે વેચાય છે જો,આ ભાવ ખેડૂતોને મળે તો તેઓની મહેનત લેખે લાગી શકે.
હાલમાં મરચું, હળદર, જીરુ વગેરેના ભાવો આસમાને પહોંચ્યા છે.આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષે કરતા 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે. જ્યારે જીરુંમાં રૂપિયા 40નો વધારો થયો છે.