મહંત રાજ ભારતી બાપુ મૂળ મુસ્લિમ હતા અને હિન્દૂ સંત બન્યા બાદ 15 જેટલી યુવતીઓ ઉપર બળાત્કાર કર્યો હતો! ડૉ. જ્યોતિર્નાથના આક્ષેપથી ચકચાર

0
37

જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને કરેલી આત્મહત્યા પ્રકરણમાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ ચોંકાવનારો ધડાકો કરતા કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને તેઓએ હિન્દુ ધર્મ અપનાવી ભારતી બાપુના શિષ્ય બન્યા બાદ રાજ ભારતીએ છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા હતા.
આ પૈકી એક યુવતીએ 8 જૂન 2022ના રોજ પોતાને પહેલી ફરિયાદ કરી હતી ત્યાર બાદ તપાસ કરતા આવી 12થી 15 યુવતીઓ સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું ,પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહેતી હોવાનો તેઓએ દાવો કર્યો છે.

ડૉ. જ્યોતિર્નાથે ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બે મહિના પહેલાં તેઓએ રાજ ભારતીને ચેતવ્યા હતા કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઇએ. તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો. ક્યાંક એવું ન થાય કે તેનું પરિણામ ભોગવવું પડે.

ભોગ બનનાર એક દીકરી તો એક-બે દિવસમાં રાજ ભારતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની હતી એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો,તેથી તેમણે આત્મહત્યાનું આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

રાજ ભારતીબાપુ દારૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ અને ભગવો ઉતારી હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરી ક્યાંક ને ક્યાંક તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે.
રાજ ભારતીબાપુથી પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. રાજ ભારતી સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી.
જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું તેમ યુવતીનું કહેવું હતું.

વીડિયો પુરાવા હોવાછતાં તે બિન્દાસ હતા.
આમ,રાજ ભારતી સામે ડૉ. જ્યોતિર્નાથે આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે.