15 C
Ahmedabad
Sunday, January 23, 2022

મહારાષ્ટ્રના થાણેમાં વિદેશ થી પરત આવેલા 295 યાત્રીઓ માંથી 109 લાપતા બનતા દેશ માં ઓમિક્રોમ નું સંક્રમણ ફેલાવાનું વધ્યું જોખમ

Must read

દુનિયા માં ઓમિક્રોન વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આફ્રિકા માં તો કોરોના ની ત્રીજી લહેર શરૂ પણ થઈ ગઈ છે,તા.24 નવેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યા બાદ માત્ર 12 દિવસમાં જ તે નવો વેરીએન્ટ વિશ્વના 35થી વધુ દેશોમાં ફેલાઈ ગયો અને દુનિયાભરમાં યુરોપ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને રશિયા જેવી જગ્યાઓએ કોરોનાએ ફરી ઝડપ પકડી છે. વધતા કેસોની વચ્ચે ન્યૂયોર્કમાં પ્રાઈવેટ કંપનીઓ માટે વેક્સિનેશન ફરજિયાત કરી દેવાયું છે, જ્યારે ફ્રાંસમાં નાઈટ ક્લબ બંધ કરી દેવામાં આવી છે.
આ બધા વચ્ચે ભારત માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)એ કહ્યું તે ચોંકાવનારુ છે, તેઓ ના મતે ઓમિક્રોન નું સંક્રમણ ખૂબજ ઝડપી છે અને જો ગંભીરતા દાખવવામાં નહિ આવે તો ભારત માં ખતરનાક ત્રીજી લહેર આવી શકે છે.
વિદેશથી પરત આવી રહેલા લોકો અધિકારીઓને ખોટા સરનામા અને મોબાઈલ નંબર આપીને ગાયબ થઈ ગયા હોવાના બનાવો પણ ગંભીર છે. મહારાષ્ટ્રના થાણેમાં વિદેશયાત્રાએથી પરત આવેલા 295માંથી 109 લાપતા છે. જે ખુબજ ગંભીર વાત છે જો દેશમાં આ રીતે બેદરકારી રાખવામાં આવશે તો ભારતમાં કોરોના ની ત્રીજી લહેર ટૂંક સમય માંજ પ્રસરી જશે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article