મહારાષ્ટ્રમાં વાશિમ જીલ્લામાં ચાલુ બસમાં યુવતી ના સ્લીપર બેડ ઉપર ઘૂસી જઈ ને બસ ના ક્લીનરે યુવતી નું મોઢું દબાવી ઉપરા ઉપરી બે વાર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને તેને મારી નાંખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો. પોલીસ હાલ આરોપીની તપાસ કરી રહી છે. પીડિત યુવતીએ આ મામલે પુણેના રાજનગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુણે પોલીસે જીરો એફઆઈઆર નોંધી ઘટના સ્થળવાળા જનપદ વાશિમના માલેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી આપી હતી. હવે ત્યાંની પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. 24 વર્ષીય પીડિતાએ જણાવ્યું કે, તે એક પ્રાઈવેટ સ્લિપર કોચ બસમાં મુસાફરી કરી રહી હતી. બસ નાગપુરથી પુણે જઈ રહી હતી. આ દરમિયાન ક્લિનરે તેને 5 નંબર સીટથી ઉઠાવી 15 નંબરની સીટ પર જવા કહ્યું હતું જ્યારે યુવતી ત્યાં જઈ તો સ્લીપર કોચ માં અચાનક ક્લિનર ઘૂસી આવ્યો હતો અને ચાલતી બસમાંથી નીચે ફેંકવાની ધમકી આપી 2 વાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત યુવતી ગોંદિયા વિસ્તારની છે અને તે કારેગાંવમાં સ્થિત એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. યુવતીના મેડિકલ બાદ તેને ઘરે મોકલી દેવામા આવી હતી. આમ હવે ભારત માં રોજબરોજ બળાત્કાર ની ઘટનાઓ વધતા મહિલાઓ અસુરક્ષા નો અહેસાસ કરી રહી છે.