મહિન્દ્રાએ લોન્ચ કરી દેશની પહેલી ઈલેકટ્રિક ઓટોરિક્ષા, 1 કિલોમીટરનો ચાર્જ માત્ર 50 પૈસા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની અને દેશની પહેલી ઈલેક્ટ્રિક ઓટો લોન્ચ કરી દીધી છે. કંપનીએ બેટરીથી ચાલતી આ ઓટોને ટ્રિયો નામ આપ્યું છે. સાથે જ, તેનું એક અન્ય મોડલ ટ્રિયો યારી પણ લોન્ચ કર્યું છે. તેની બેંગ્લોર એક્સ શો રૂમ પ્રાઈઝ 1 લાખ 36 હજાર રૂપિયા નક્કી કરાઈ છે. કંપનીએ આ ઓટોનો કોન્સેપ્ટ આ વર્ષે ઓટો એક્સપોમાં બતાવ્યો હતો

કંપનીનો દાવો છે કે, આ ઓટોને માત્ર સાડા ત્રણ કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ આ 130 કિમી સુધી દોડાવી શકાય છે. ત્યારે અઢી કલાકના ચાર્જિંગ પર આ 85 કિમી સુધી દોડશે. કુલ મળીને તેનો રનિંગ કોસ્ટ 50 પૈસા પ્રતિ કિલોમીટર હશે. આ ઓટોમાં લીથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરાયો છે. આ મેન્ટેનેન્સ ફ્રી બેટરી છે, ત્યારે તેની સંભાળ પણ બહુ સરળ છે. કંપનીનું કહેવું છે કે, બેટરીની લાઈફ 5 વર્ષની છે. એટલે કે વગર કોઈ ઝંઝટે આ ઓટોને 5 વર્ષ સુધી ચલાવી શકાય છે. આ ઓટો સંપૂર્ણ રીતે પોલ્યૂશન ફ્રી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com