મહિલાઓ માટે શરૂ કરાયેલી બચત યોજના મહિલા સન્માન પ્રમાણપત્રમાંથી મળતા વ્યાજ પર TDS કાપવામાં આવશે નહીં. આનાથી મળનારા વ્યાજ પર સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે 16મી મેના રોજ આ સ્કીમ માટે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) જોગવાઈને સૂચિત કરી છે. આ સ્કીમમાં વધુમાં વધુ બે લાખ જમા કરાવી શકાય છે. વાર્ષિક 7.5% વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસ સ્કીમ પર દર વર્ષે 7.5% વ્યાજ મળશે
નોટિફિકેશનમાં સ્પષ્ટ છે કે જો સ્કીમ હેઠળ મળતું વ્યાજ નાણાકીય વર્ષમાં 40,000 રૂપિયાથી વધુ ન હોય તો TDS કાપવામાં આવશે નહીં. 7.5% વ્યાજ પર 2 લાખ રૂપિયાની ડિપોઝિટ પર વર્ષમાં 15,000 રૂપિયાનું વ્યાજ મળશે. બે વર્ષમાં તે 32,000 રૂપિયા થઈ જશે.