મહીસાગર જીલ્લાના વિરપુર મામલતદાર કચેરી ખાતે 26 જાન્યુઆરી 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

0
249

તાલુકા કક્ષાનો કાર્યક્રમની ઉજવણી નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને વિરપુર મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી,આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા નાયબ કલેકટર હરેશભાઈ મકવાણા, વિરપુર મામલતદાર હેમાંશુ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી બી કે કટારા, વિરપુર પોલીસ સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસર માલીવાડ, વિરપુર વનવિભાગના સ્ટાફ સહીતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

નાયબ કલેકટર હરેશભાઈ મકવાણા દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા માસ્ક ફરજીયાત પહેરવા ,સોશિયલ ડિસ્ટન્સ સહીતની કોરોના ગાઈડ લાઈનનુ ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી, અને કુંટુંબ, સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેની મુળભુત ફરજો પ્રત્યે જાગૃત બનવા, તેમજ પર્યાવરણ અને વન્ય જીવોનુ જતન અને રક્ષણ કરવા, સ્વચ્છ તેમજ આરોગ્ય જાળવવા, ભ્રષ્ટાચાર તેમજ વ્યસન મુકત સમાજની રચના કરવામાં ભાગીદાર બનવા, માટે નાયબ કલેકટર હરેશભાઈ મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી હતી,

26 જાન્યુઆરી 73 મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમને પુર્ણ કર્યા બાદ વિરપુર મામલતદાર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,
નાયબ કલેકટર હરેશભાઈ મકવાણા, વિરપુર મામલતદાર હેમાંશુ સોલંકી, વિરપુર તાલુકા વિકાસ અધિકારી બી કે કટારા, તાલુકા હેલ્થ ઓફિસર માલીવાડા, સહિતના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો,