12 C
Ahmedabad
Friday, January 28, 2022

મહીસાગર ના કડાણા તાલુકા ની  દીવડા અને જાન્બુનાળ ગ્રામપંચાયત સમરસ જાહેર 

Must read

રાજ્ય માં હાલ ગ્રામ પંચાયત ની ચુંટણીઓ નો માહોલ જામ્યો છે ત્યારે કેટલીક જગ્યા એ સમરસ જાહેર થઈ રહી છે તેવે સમયે

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દીવડા પંચાયત અને જાન્બુનાળ પંચાયત સમરસ થઈ હોવાના ચિત્રો સ્પષ્ટ થયા છે.  બે ગ્રામ પંચાયત સમરસ બનતા વહીવટી તંત્ર તેમજ ગામલોકોમાં આનંદ અને ખુશીનો માહોલ ફેલાયો છે કડાણા તાલુકામાં 39 ગ્રામ પંચાયત ચુંટણીના આયોજન બાદ તારીખ 4 ડિસેમ્બર શનિવારે પંચાયત ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ પદ માટે ઉમેદવારી માટે ફોર્મ ભરાયાં હતા.જ્યારે કડાણા તાલુકાની દિવડા પંચાયતમા મહેન્દ્રભાઈ દરજી (લાલાભાઈ) સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધીએ ફોર્મ ન ભરતા સમરસ બની હોવાનુ સ્પષ્ટ ચિત્ર જોવા મળ્યું હતું.આ અગાઉ પણ દીવડા સમરસ રહી છે જ્યારે ચાલુ વર્ષે એક પણ પ્રતિસ્પર્ધી ફોર્મ ન ભરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.ત્યારે તાલુકાની દીવડા પંચાયતમા સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે.તાલુકામાં 39 માંથી પૈકી 2 પંચાયત સમરસ હોવાનુ સાચું આજે સમરસ જાહેર કરવામાં આવ્યા
હતા.આમ કડાણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે છ દિવસમાં સરપંચ તેમજ વોર્ડ સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગ્રામ પંચાયત ચુંટણીમા ઉમેદવાર દ્વારા ફોર્મ પાછા ખેંચવામાં આવે છે કે લડી લેવાનો મૂડ બનાવી બેઠા છે ત્યારે તાલુકાની 2 સમરસ પંચાયત આજે જાહેર કરવામાં આવી હતી.આમ કડાણા તાલુકાના આદિવાસી વિસ્તારમા ચુટણીના માહોલ કંઈક અલગ પ્રકારનો જોવા મલતો હોય છે ત્યારે કડાણા તાલુકામાં બે પંચાયત સમરસ જાહેર કરતા અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article