ગુજરાતમાં ભાજપે ઉમેદવાર ડિકલેર કરતા હવે નારાજ ઉમેદવારો પક્ષ બદલી રહયા છે તો કેટલાક અપક્ષ લડવાના મૂડમાં છે આ બધા વચ્ચે ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવેતો અહીં સતત બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ ચૌહાણને ચાલુ વર્ષે ભાજપે રિપીટ ન કરી કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપતા કેસરીસિંહ ચૌહાણ નારાજ થઈ ગયા હતા અને રાત્રે ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
આમ આદમી પાર્ટીએ તેઓને માતર વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપતા હવે તેઓ આ બેઠક જીતવા કામે લાગ્યા છે.
જોકે, આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા.
પરંતુ હવે કેસરીસિંહ ચૌહાણ મળી જતાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ડિકલેર કર્યા હોવાછતાં મહિપતસિંહનું પત્તુ કાપી નાખતા વિવાદ ઉભો થયો છે.