માવઠાથી વિસાવદર પંથકના 26 ગામની 800 હેક્ટર જમીનના પાકને નુકસાન

0
33

વિસાવદર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો નદીનાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા ચારથી પાંચ ઇંચ જેટલા સતત બે દિવસ સુધી પડેલા વરસાદમાં ખેડૂતોનો ઘઉં ધાણા ચણા ડુંગળી લસણ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું આ ઉપરાંત વિસાવદર પંથકમાં બાગાયતી પાક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી બાગાયતી પાકમાં કેરીના બગીચાઓને ખૂબ મોટું નુકસાન થયું હતું સરકારના આદેશ મુજબ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી સર્વે પૂર્ણ થતા બાગાયતી પાકમાં 200 હેક્ટરથી વધુ અને ખેતી પાકમાં 600 થી વધુ હેક્ટર પાકને નુકસાન થયું છે જુનાગઢ જિલ્લાના માત્ર વિસાવદર પંથકમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેતીવાડી વિભાગ દ્વારા માત્ર વિસાવદર તાલુકામાં જ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 33% થી વધુ નુકસાન ગયું હોય તેવા ખેડૂતોને સરકારની એસડીઆરએફ યોજના હેઠળ વળતર મળવા પાત્ર છે તેવા 700 થી 800 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવ્યો છે 10 થી 15% નુકસાન થયું હોય તેવા ખેડૂતોની સંખ્યા અલગ છે પરંતુ ૩૩ ટકાથી વધુ જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે