મુંબઈમાં સંજય રાઉતના ઘર બહાર લાગ્યા પોસ્ટર:-‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ’ !!!

0
112

મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીય કટોકટી વચ્ચે મુંબઈમાં શિવસેનાના નેતા સંજય રાઉતના ઘરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ’ !!!

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ગમે તેમ થઇ જાય પણ સત્તા જશે નહીં.
તેમણે કહ્યું કે હાલમાં અતિશયોક્તિભરી વાતો કરવામાં આવી રહી છે પણ પાર્ટીની પ્રતિષ્ઠા બધાથી ઉપર છે.

રાઉતે ઉમેર્યું કે એકનાથ શિંદે અમારા ખૂબ સારા મિત્ર છે.
અમે વર્ષોથી એકબીજા સાથે કામ કરીએ છીએ. તેમના માટે પાર્ટી છોડવી આસાન નથી અને અમારા માટે તેમને છોડવું આસાન નથી.
રાઉતે કહ્યું કે જે ધારાસભ્યો એકનાથ શિંદે સાથે છે તેમની સાથે વાતચીત ચાલી રહી છે, બધા શિવસેનામાં જ રહેશે, ખૂબ જલ્દી સારા સમાચાર મળશે.