મુંબઈ એરપોર્ટ પર શાહરુખ ખાનને દંડ ;શારજાહથી ₹18 લાખની ઘડિયાળો લાવતા રૂ 6.83 થયો દંડ

0
61

દુબઇથી પ્રાઇવેટ ચાર્ટડ પ્લેનમાં  મુંબઈ એરપોર્ટ ઉપર ઊતરેલા શાહરુખ ખાનને મોડી રાત્રે T 3 ટર્મિનલ પર કસ્ટમ્સે રોકી તેની તલાશી લેતા શાહરુખ ખાનની બેગમાંથી બબન એન્ડ ઝુર્બ્કની ઘડિયાળ, રોલેક્સની ઘડિયાળના છ ડબ્બા, સ્પ્રિરિટ બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળ મળી આવતા તેની પાસેથી દંડ વસુલ કરાયો હતો.
એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી તપાસ કર્યા બાદ શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાણીને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા, પરંતુ શાહરુખ ખાનના બૉડીગાર્ડ રવિ અને તેની ટીમને રોકી પૂછતાછ ચાલુ રખાઈ હતી અને શાહરુખના બૉડીગાર્ડે 6 લાખ 87 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ભર્યા બાદ તેઓને જવા દેવાયા હતા. આ બધી પ્રોસેસ પૂરી કરતાં સવારના આઠ વાગી ગયા હતા.

(AIU)ના સૂત્રોએ કહ્યું હતું કે શાહરુખ ખાન શુક્રવાર, 11 નવેમ્બરની રાત્રે શારજાહથી મુંબઈ આવ્યો હતો. તેની પાસે મોંઘી ઘડિયાળો મળી આવી હતી. આ ઘડિયાળની કિંમત 18 લાખ રૂપિયા હતી. આ ઘડિયા માટે શાહરુખ ખાને 6.83 લાખ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી વસુલ કરવામાં આવી હતી.