મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી એક થયા,એકબીજાના કર્મચારીઓને નોકરીમાં નહિ રાખે ; કર્યા કરાર હવે મનફાવે કામ લઇ શકાશે

0
131

હવેથી કર્મચારી જ્યાં નોકરી કરતા હોય ત્યાજ નોકરી કરવી પડશે કારણ કે ગૌતમ અદાણીના અદાણી અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ‘નો પોચિંગ એગ્રીમેન્ટ’ કર્યો છે. આ નો પોચિંગ એગ્રીમેન્ટ એટલે રિલાયન્સ ગ્રુપ માં ના ફાવે તો અદાણી ગ્રુપમાં નોકરી મળી જતી હતી અને અદાણી માં ન ફાવેતો રિલાયન્સમાં નોકરી મળતી હતી તે હવે નહિ મળે,મતલબ કે કર્મચારીઓને એકબીજાની ગ્રુપ કંપનીઓમાં નોકરી નહીં મળે અને જ્યાં કામ કરો છો ત્યાં જ નોકરી કરવી પડશે

આના દ્વારા બંને ગ્રૂપ કંપનીઓના ટેલેન્ટને એકબીજામાં હાયર થતા અટકાવી શકાય છે.

કરાર પછી, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કંપનીઓમાં કામ કરતા 3.80 લાખથી વધુ કર્મચારીઓ માટે હાલમાં અદાણી જૂથની કંપનીઓમાં કામ કરવું શક્ય બનશે નહીં. આ સિવાય અદાણી ગ્રુપની જે કંપનીઓમાં 23 હજારથી વધુ કર્મચારીઓ છે તે મુકેશ અંબાણીની કોઈપણ કંપનીમાં નોકરી કરી શકશે નહીં.

આમ,હવે બન્ને કંપનીઓ એક થઈ જતા તેઓ સેફ થઈ ગયા છે અને કર્મચરીઓને તકલીફ ઊભી થઈ શકે છે કારણ કે કંપની બેફિકર થઈ જશે અને ધાર્યું કામ લઇ શકશે