મુસ્લિમોને માત્ર કોંગ્રેસજ બચાવી શકે !કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું નિવેદન

0
52

રાજ્યમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્રચારના પડઘમ વચ્ચે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં એક સભામાં ચંદનજી ઠાકોર કહ્યું કે, કોંગ્રેસ જ એક માત્ર પાર્ટી એવી છે જે મુસ્લિમોની રક્ષા કરે છે. ચંદનજી ઠાકોરના આ નિવેદનની લોકોમાં તીવ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે અને લોકો ભાજપને હિન્દુત્વ પાર્ટી ગણાવી કોંગ્રેસને લઘુમતીઓ ની પાર્ટી કહી રહ્યા છે જે પેટ્રોલનું કામ કરી રહી છે.

બીજી તરફ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી  કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને શરમજનક શબ્દો ગણાવ્યા હતા. જે નિવેદન અંગે ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે એક સભામાં નિવેદન આપ્યું હતું કે વિકાસના નામે ભાજપ વાળા મત લઇ ગયા બાદ કામગીરી ન કરતા દેશ ખાડામાં ધકેલાઇ ગયો છે.

મુસ્લિમ સમાજ દેશને બચાવી શકે અને કોંગ્રેસ પક્ષ જ લઘુમતી સમાજને બચાવી શકે,રક્ષા કરી શકે તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ધર્મના નામ સત્તાધારી પક્ષ પર આડેધડ પ્રહારો કરતા વિવાદ જાગ્યો છે.