મેઘરજ પોલીસે ગાયવાછરડા ગામ નજીક કારમાંથી 1.54 લાખના વિદેશી દારૂ સાથે ઓઢાના બુટલેગરને દબોચ્યો, બે ફરાર 

0
21

 

 

મેઘરજના ત્રણ પોલીસકર્મીઓ દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ત્રણે કર્મીઓને સસ્પેન્ડ કરી દેતા મેઘરજ પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે મેઘરજ પોલીસ પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ નગરમાં મહિલા બુટલેગરના મકાનમાંથી દારૂ ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં ગાયવાછરડા ગામ નજીક 1.54 લાખથી વધુનો વિદેશ દારૂ ભરેલી કાર સાથે મેઘરજ વિસ્તારના બુટલેગરને દબોચી લઇ અન્ય બે બુટલેગરોને ઝડપી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા

 

મેઘરજ પ્રો.મહિલા પીઆઈ ડી.વી.બરવાળીયા અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન માંથી ત્રણ બુટલેગરો કારમાં દારૂ ભરી અમદાવાદ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસે ગાયવાછરડા ગામ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત પોલો કાર આવતા અટકાવી તલાસી લેતા કાર પાછળ ડેકીમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-1032 કીં.રૂ.145800/- ના જથ્થા સાથે ઓઢાના લાલા અમરત ખાંટને દબોચી લીધો હતો કારમાં દારૂ ભરી આપનાર નવાગામ કસાણાના સીક્કા મનાત અને શૈલેષ કાંતિ મનાત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મેઘરજ પોલીસે દારૂ,કાર,રોકડ,મોબાઈલ મળી રૂ.3.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી