મોંઘુંદાટ શિક્ષણ મેળવ્યા પછી પણ ભવિષ્ય અદ્ધરતાલ : સેંકડો યુવાનોનું ખાનગી ફર્મમાં શોષણ ;ગમેત્યારે છૂટા કરવાનો સિલસિલો યથાવત !કોણ જવાબદાર ?

0
64

આજકાલ બધુજ જાણે રોબિટીક અને નકલી થઈ ગયું છે બાળકો જ્યારે નાના હોય ત્યારે માતાપિતા તેને ઊંચી ફી વસુલતી અને મોટું નામ ધરાવતી ખાનગી સ્કૂલમાં એડમિશન અપાવે છે જેમાં મશીનની જેમ બાળકો તૈયાર થાય છે અને માત્ર સ્કૂલમાં પૂરતું ભણાવવામાં આવતું નહિ હોવાથી બાળકોને પરીક્ષામાં પાસ કરવા ઊંચી ફી વસુલ કરતા મોટા ટ્યુશન હાઉસમાં  મુકવા પડે છે.

આમ,જ્યારે ભણવાનું પૂરું થાય છે ત્યારે માતા પિતા એવી અપેક્ષા રાખતા હોય છે કે હવે ભણી ગણી ને તેમની નજરમાં હોશિયાર બનેલું આ બાળક યુવાન થાય છે ત્યારે ફાઇલ લઈને મોટી મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે પણ ત્યાં તેના અભ્યાસની જરૂર કરતાં કંપનીમાં નફો લાવવા કામ અપાય છે અને ગમેતે કરવા ટાર્ગેટ અપાય છે જે આ કહેવાતા ભણેલા ગણેલા યુવાન કે યુવતીને ફાવતું નથી અને અનુભવ બાદ થોડું શીખે ત્યાં સુધી પુરી સેલેરી મળતી નથી અને જ્યારે પૂરો પગાર મેળવવા હક્કદાર બને ત્યારે નવા ઉમેદવાર ને સેલેરી આપવી ન પડે તે માટે બીજા ને રાખી જૂના ને ચૂસીને તેને કાઢી મુકાય છે.

આ એક મફતમાં કે ઓછા પૈસામાં કામ કરાવી લેવાની મોટાભાગની ખાનગી કંપનીમાં આવું ચાલી રહ્યું છે.

આમ જે માતાપિતાએ પોતાનાં બાળક પાછળ તેના સારા ભવિષ્ય માટે મોંઘા શિક્ષણ પાછળ લાખ્ખોનો ખર્ચ કર્યો હોય તે કામ લાગતો નથી પણ વ્યાપારી સ્કૂલોને ફાયદો થાય છે અને યુવાનોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે.
આજકાલ આવા બનાવો સામે આવી રહયા છે તે જોતા લાગે છે કે મોંઘી સ્કૂલ કોલેજમાં ભણેલા સેંકડો યુવાનોનું ભવિષ્ય શુ હશે ?

હમણા નું જ ઉદાહરણ સામે છે જેમાં ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટ જેવી મોટી કંપનીઓ બાદ હવે એમેઝોન પણ અહીં કામ કરતા યુવા કર્મચારીઓને છૂટા કરવા જઈ રહી છે.
ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ, ટ્વિટર અને મેટા પછી હવે ઈ-કોમર્સ કંપની એમેઝોને પોતાના યુવાન કર્મચારીઓને કેટલાક યુનિટ્સમાં કાઢી મુકતા તેઓ નિરાશ થઈ ગયા છે

વોલ સ્ટ્રીટ જર્નલે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે Amazon.com Inc. તેના કમાણી નહીં કરતા યુનિટની સમીક્ષા કરી રહી છે જેમાં ઉપકરણ એકમ અને વૉઇસ સહાયક એલેક્સાનો સમાવેશ થાય છે. એક મહિનાની સમીક્ષા પછી, એમેઝોને નફો ન કરી રહેલા એકમોના કર્મચારીઓને અન્યત્ર નોકરી શોધવા માટે કહ્યું છે.

એમેઝોને તાજેતરમાં કોર્પોરેટ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લગભગ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી શરૂ થતાં હવે જીવનભરની મૂડી બાળકોના અભ્યાસ પાછળ ખર્ચી ચૂકેલા કેટલાય પેરેન્ટ્સ હવે પસ્તાઈ રહયા છે કારણકે આવા એજ્યુકેશન થી બાળકો મશીન બની બહાર આવ્યા જેઓ અન્ય ધંધા કરવા કે પગભર થવા સક્ષમ પણ નથી.
અગાઉનું શિક્ષણ એવું હતું કે જેમાં ફી કે ટ્યુશન ન હતા અને બાળકોને શાળામાં સ્વ નિર્ભર બનાવવા તેમજ ધંધો કરી લે તેવી આવડત ના અને જીવનમાં સુખી થવાની ચાવી ગુરુઓ આપતા હતા પણ આજે સ્થિતિ જુદી છે જેના પરિણામો પણ જોઈ શકાય છે એમ બુદ્ધિજીવી વર્ગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.