મોડાસામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ કલેક્ટર કમલ શાહની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલનની બેઠક 

0
9

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટરશ્રી કમલ શાહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઇ.સંકલન બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે અને પડતર પ્રશ્નો માટે સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. 

પ્રજાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સંકલનની બેઠક યોજવામાં આવતીહોય છે ત્યારે મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સરકારની યોજનાકીય કામગીરી ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.તેમજ ઉનાળાની ઋતુમાં પાણીની અછત અને હિટવેવ જેવી સાવચેતી રાખવા તેમજ તે અંતર્ગત જરૂરી કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્યા.ઇ -શ્રમ કાર્ડ, માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે તેના માટે સુચારુ આયોજન કરવાના સૂચનો, મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટિસ યોજના ની ચર્ચા કરવામાં આવી.

જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત ,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર, DRDA ડાયરેક્ટર શ્રી આર. એન. કુચારા,સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.