મોઢા કોલેજના છાત્રો વિહાન કેર સેન્ટરની મુલાકાતનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું

0
20

પોરબંદરની પ્રતિષ્ઠિત કોલેજ શ્રી વી. જે. મોઢા કોલેજના સમાજકાર્ય વિભાગના બી. એસ. ડબલ્યુ સેમ-ટુ ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના ભાગરૂપે સરકારી તથા બીનસરકારી સંસ્થાની મુલાકાતનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે કાર્યરત સરકારી તથા બીનસરકારી સંસ્થાની માહિતી મળે તે હેતુને ધ્યાને લઇને  વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર જે પોરબંદર ખાતે કાર્યરત છે તેની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ સંસ્થાનું આયોજન કઇ રીતે થાય છે તથા કઈ રીતે તેની કામગીરી શહેરથી લઈને ગામડા સુધી વિકસેલી છે તેનાથી માહિતગાર કરવાનો હતો. ઉપરાંત, વિદ્યાર્થીઓને એ પણ જાણવા મળ્યું કે સંસ્થાનું સંચાલન કઈ રીતે થાય છે.
વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરની મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રોજેક્ટ ઈન્ચાર્જ પ્રવીણભાઈ મૂછડિયા તથા પ્રોજેક્ટ કોર્ડીનેટર વિપુલભાઈ અને કાઉન્સેલર સરોજબેન દ્વારા સંસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને તથા પ્રાધ્યાપક પુજા મેડમ ગોરાણિયા અને કવિતા મેડમ આડતિયાને જણાવ્યું કે આ સંસ્થા એચ.આઈ.વી. અને એઈડસગ્રસ્તલોકો માટે કામગીરી કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે એચ.આઈ.વી. અને એઈડસગ્રસ્ત લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે, રાશન કીટ આપવામાં આવે છે, મુસાફરી ખર્ચ સહાય આપવામાં આવે છે, બીમારીથી બચવા અંગેની જાગૃતતા ફેલાવવી વગેરે પ્રવૃતિઓ પણ થાય છે. પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં આઈ.સી.ટી.સી. સેન્ટર ખાતે એચ.આઈ.વી. – એઈડ્સનો રિપોર્ટ તથા એ.આર.ટી. ની સારવાર તેમજ દવા વિનામૂલ્યે આપવામાં આવે છે તથા તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. આ સંસ્થાની મુલાકાતથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા તથા ગોપનિયતાના સિદ્ધાંતનું પાલન સંસ્થા કઈ રીતે કરે છે તેની પણ માહિતી મેળવેલ જે વિદ્યાર્થીઓના અભ્યાસ તથા જાગૃતિ માટે ખુબ ઉપયોગી છે.
સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્ર્સિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકી, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, એકેડમિક હેડ વિશાલભાઈ પંડ્યા અને એકેડમિક કો-ઓર્ડિનેટર ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ અભિનંદન આપેલા હતા.