મોઢા કોલેજમાં ઉજવાયો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ : વિદ્યાર્થીઓએ નાટક તથા સ્પીચ સાથે કરી મહત્વની ચર્ચા

0
13

પોરબંદરની પ્રતિષ્ઠિત કોલેજ વી. જે. મોઢા કોલેજ ખાતે અલગ અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગ્રાહકના અધિકારો અને જરૂરિયાતો વિશે જાગૃતિ માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ગ્રાહકોની શક્તિની ઉજવણી કરવાની અને તેમના અધિકારોનું સન્માન અને રક્ષણ કરવાની તક છે. પ્રથમ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ૧૯૮૩ માં મનાવવામાં આવ્યો હતો, બાદમાં તે ગ્રાહકો, વ્યવસાયો અને સરકારો દ્વારા સમાન રીતે ઉજવવામાં આવતી વૈશ્વિક ઘટના બની ગઈ છે. ઉપભોક્તાના અધિકારો જેવા કે માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સલામતીનો અધિકાર, સાંભળવાનો અધિકાર, નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર વગેરે ભારતમાં ક્નઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ માં દર્શાવેલ છે. પોરબંદરની વી.જે. મોઢા કોલેજમાં બી.કોમ.સેમેસ્ટર-ટુ તથા એમ.કોમ. સેમેસ્ટર-ટુ અને  ફોરમાં અભ્યાસ કરતાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે આ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.  વિદ્યાર્થીઓ દ્વારા ક્નઝ્યુમર રાઇટ વિષે અભ્યાસ કરી અગત્યની બાબતોની માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તથા સ્પીચ દ્વારા આપવામાં આવેલ. તેઓએ તે બાબતની પ્રાથમિક માહિતી, ઈતિહાસ વગેરે મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ ચર્ચાઓ કરેલ હતી. 
બી.કોમ. સેમેસ્ટર-ટુ માં હડવાની આલીઝા, વેગડા નિરાલી, કોડીયાતર નિશા, સોલંકી ભૂમિ, વાંદરિયા શ્રેયા, કોટિયા જેનસી, ખોરાવા ભૂમિ, ગોહેલ નિધિ, બગથરિયા જાનવી, લોઢારી તુષાલ, મોહમદ કસીમ તેમજ એમ. કોમ. સેમેસ્ટર-ટુ માં છાયા નીરવ, મોઢા નીરવ, ચૌહાણ દિપાલી, ડાભી ધૃતિ, ડાભી નંદિની, કુછડિયા રિદ્ધિ, ઓડેદરા સેજલ,રાઈચૂરા હેમાલી, રાતીયા લીલૂ, બોખીરિયા હિતાંક્ષિ તેમજ એમ.કોમ. સેમેસ્ટર-ફોર માં લાસ્કારિયા વૃક્ષણક, હિંગળજીયા ખુશી, થાનકી ખ્યાતિ, પાલા દિવ્યેશ વગેરે એ હોંશભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રવૃત્તિનું માર્ગદર્શન તથા સંચાલન કોમર્સ વિભાગના પ્રાધ્યાપકો જતીન રાણીગા, સોમરિયા જલ્પા, જોગિયા રોનક, હિંડોચા રાધિકા અને અંકિતા બારૈયા  દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈપણ તકલીફ ના પડે અને તે ભણતરની સાથે પોતાની વાતને વ્યક્ત કરતાં કુનેહપૂર્વક શીખે તેવુ આ પ્રવૃત્તિનો હેતુ હતો.
સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્ર્સિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકી, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, એકેડમિક હેડ વિશાલભાઈ પંડ્યા અને એકેડમિક કો-ઓર્ડિનેટર  ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ છાત્રો તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.