મોદીજીનો વિદેશમાં ચાલ્યો જાદુ ;એક લાખથી વધુ NRI ગુજ્જુ મતદારો ભાજપને મત આપવા ગુજરાત આવશે

0
51

રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને મોદીજી ગુજરાતમાં પ્રચાર કરી રહયા છે તેવે સમયે ભાજપમાં મોદીજીના ખાસ પ્રશંસકો અને ચાહકો પણ છે જેઓ મોદીજી ને જોઈ વોટ આપે છે વિદેશમાં પણ મૂળ ગુજરાતી સમાજનો મોટો વર્ગ છે જેઓ ઇલેક્શન માં મોદીજીને ફાયદો કરાવવા આવનાર છે અને બે હજાર જેટલા NRI ચરોતર અને દ. ગુજરાતમાં ભાજપના પ્રચારમાં જોડાઈ જશે.

ખાસ કરીને તેઓનું કહેવું છે કે વિદેશમાં વેપાર કરવો સરળ બનતા ગુજરાતીઓમાં PMનો પ્રભાવ ઘણો વધ્યો છે અને તેથીભાજપની વિચારધારા સાથે જોડાયેલા ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી નામનું સંગઠન વિદેશમાં પણ કાર્યરત છે. આ સંગઠન મારફતે ભાજપ તેના NRI મતદારોને ચૂંટણીમાં પ્રચાર અને મતદાન માટે ગુજરાતમાં લવાશે.

આગામી સપ્તાહમાં અમેરિકાથી બે હજાર જેટલા ગુજરાતીઓ ચરોતર પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અને એક લાખ જેટલા લોકો મતદાન કરવા ગુજરાત આવશે.
અગાઉ નરેન્દ્ર મોદીએ વિદેશમાં પોતાનાં વતનના લોકો સાથેની વારંવાર કરેલી સભાઓ બાદ ત્યાંના મૂળ ગુજરાતીઓમાં મોદીનો પ્રભાવ વધ્યો છે અને ભાજપને સમર્થન કરનારાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ મતદાન કરવા ગુજરાત આવે તે માટે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી ગ્રૂપ દ્વારા ત્યાંના લોકોને અપીલ કરવામાં આવતા આગામી દિવસોમાં ગ્રુપના 2000 જેટલા લોકો આવતા સપ્તાહમાં દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં ચૂંટણીનો પ્રચાર કરવા આવશે. જ્યારે એક લાખથી વધારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ ગુજરાતમાં આવી ભાજપને મત આપનાર હોવાનું જાણવા મળ્યું છે.

આમ,મોદીજીનો જાદુ વિદેશમાં ચાલી ગયો છે જેઓ મત આપવા વતન આવશે.