મોરબી શહેર માં રૂ.29 લાખ ની કેશ સાથે 4 ઈસમો ઝડપાયા હતા. એલ સી બી ની ટીમે હાથ ધારેલી કાર્યવાહી માં એક કાર માં જઇ રહેલા 4 ઈસમો ને અટકાવી કાર ની તલાશી લેતા તેમાંથી કોથળા માં લઈ જવાતી કેશ મળી આવી હતી. જે પૈકી 12 લાખ ની રૂ.2000 ની નવી કરન્સી ની નોટો મળી આવી હતી.પોલીસ ની પ્રાથમિક તપાસ માં પકડાયેલા ઈસમો સુરેન્દ્રનગર ના ગેડિયા ગામ ના વતની હોવાની વિગતો ખુલવા પામી છે,અને બાતમી મળતા પોલીસે કાર અટકાવી નોટો જપ્ત કરી હતી.