યુપીમાં વરસાદે મચાવી તબાહીઃ ઈટાવામાં ત્રણ જગ્યાએ દિવાલ ધસી પડતાં ચાર ભાઈ-બહેન સહિત સાતના કરુણ મોત

0
36

ઉત્તર પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે,ઇટાવા જિલ્લામાં બુધવારે રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં ત્રણ જગ્યાએ દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા છે. અકસ્માત બાદ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વરસાદના કારણે થયેલા અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રથમ દુર્ઘટના સિવિલ લાઇન વિસ્તારના ચંદ્રપુરા ગામમાં સર્જાઈ હતી અહી ટીનશેડ નીચે દાદી સાથે સૂઈ રહેલા ચાર બાળકો ના કાચી દિવાલ પડી જવાથી કરુંણ મોત થયું હતું, જેમાં ચાર ભાઈ-બહેનો સિંકુ (10), અભિ (8), સોનુ (7), આરતી (5) નો સમાવેશ થાય છે, કરૂણતા તો એ છે કે ચાર મૃતક બાળકોના માતા-પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું, બાળકો તેમની દાદી સાથે રહેતા હતા. બીજો અકસ્માત થાણા ઇકદિલના કૃપાલાપુર ગામનો છે. અહીં પણ કાચી દિવાલ પડી જવાથી વૃદ્ધ દંપતીનું મોત થયું હતું.

ત્રીજો અકસ્માત મહેવા બ્લોક વિસ્તારની ગ્રામ પંચાયત અંદાવાના મજરા બંગલન માં થયો હતો. અહીં માટીની દિવાલ ધરાશાયી થતાં 50 વર્ષીય જબર સિંહનું મોત થયું હતું.

સીએમ યોગીએ દિવાલ પડવાથી થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની રાહત રકમ આપવા પણ સૂચના આપવામાં આવી છે.