યૂપીના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં ભીષણ આગ લાગતાં ચારના મોત, 64થી વધુ દાઝયા,અફરા તફરીનો માહોલ

0
58

 

યુપીના ભદોહીના ઔરાઈ કોતવાલીથી થોડે દૂર આવેલા નરથુઆમાં સ્થિત એકતા દુર્ગા પૂજા પંડાલમાં રાત્રે લગભગ 8 વાગ્યે આરતી દરમિયાન ભીષણ આગ ફાટી નીકળતા સર્જાયેલી દુર્ઘટનામાં ૧૨ વર્ષના એક બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા અને 64થી વધુ લોકો દાઝી થયા હતા.
વારાણસીની ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. જોકે, પ્રશાસને 12 વર્ષના છોકરા સહિત માત્ર બે જ મોતની પુષ્ટિ કરી છે. દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો વધુ છે. તેઓને સીએચસી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહીંથી 37 લોકોને વારાણસી રિફર કરવામાં આવ્યા હતા.
જેમાંથી 20ની હાલત ગંભીર છે.

આ ઘટનાને પગલે ભારે ભાગદોડ મચી ગઈ હતી.