રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને પોતાની હત્યા થવાનો ડર ? G20 શિખર સંમેલનમાં ભાગ નહી લેવાનું શુ છે કારણ ?

0
78

રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પોતાની હત્યા થવાનો ડર છે તેથી તેઓ ઈન્ડોનેશિયાના બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનારા G20ની બેઠકમાં સામેલ નહીં થાય તેવી અટકળો વહેતી થઈ છે.

જોકે,પુતીનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ અંગે સત્તાવાર નિવેદન માં જણાવ્યું છે કે જી-20 સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન હાજર નહિ રહે કારણકે, “પુટિન તેમના વ્યસ્ત કાર્યક્રમો ને કારણે તા.15-16 નવેમ્બરના રોજ સમિટ માટે રશિયા છોડી શકશે નહીં.” પેસ્કોવએ કહ્યું,આ “તેમના શેડ્યૂલ અને રશિયામાં તેમના રહેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, હેડ ઓફ સ્ટેટનો નિર્ણય છે.”

જોકે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના G20 શિખર સંમેલનમાં ભાગ ન લેવાનું જે કારણ જણાવાઈ રહ્યું છે એ ચોંકાવનારૂં છે. એવું મનાય છે કે પુટિનને પોતાની હત્યા થવાનો ડર છે અને તેથી તેઓ ઈન્ડોનેશિયાના બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનાર G20ની બેઠકમાં સામેલ નહીં થાય.

બીજી તરફ ગ્લોબલ મીડિયાના રિપોર્ટ્સ મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પોતાની હત્યા થવાનો ડરને કારણે G20 સંમેલનમાં ભાગ નહીં લે. પુતિનનું માનવુ છે કે તેમને પશ્ચિમી દેશોની સાથે રશિયામાં એ લોકોથી પણ જોખમ છે, જે યુક્રેનમાં સતત હારથી રશિયન રાષ્ટ્રપતિથી નારાજ છે.
ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, રશિયાના રાજકીય રણનીતિકાર અને પુતિનના સલાહકાર રહી ચૂકેલા સર્ગેઈ માર્કોવ કહે છે, ‘પુટિન G20માં કેમ નથી જઈ રહ્યા તેનું કારણ ખૂબ ગંભીર છે.’
માર્કોવે G20 સંમેલનમાં પુતિનના ન જવાના ત્રણ મુખ્ય કારણો જણાવ્યા છે જેમાં ‘અમેરિકા, બ્રિટન અને યુક્રેનની સ્પેશિયલ ફોર્સિસના હાથે પુટિનને મારવાની કોશિશ કરવામાં આવે એવી પ્રબળ સંભાવના, તેમજ ‘અપમાનજનક પરિસ્થિતિઓની સંભાવના જેવીકે કેટલાક વિકલાંગ સામાજિક કાર્યકર્તા પુટિનને પછાડી શકે છે, જાણે એ અકસ્માતે બન્યું હોય- અને દુનિયાભરના મીડિયા આ તસવીરો લઈને કેપ્શન લગાવશે, ‘રશિયાના રાષ્ટ્રપતિને ચોતરફથી પછડાટ.’
અને ત્રીજા કારણમાં ‘ખેરસોનમાં હાર પછી એક મહાન દેશ તરીકે રશિયાની સ્થિતિ સવાલોથી ઘેરાયેલી છે. તેઓ પુતિન ને આસાનીથી આત્મસમર્પણ કરવા માટે દબાણ કરી શકે છે.