રવિવારે પરોઢિયે મોસ્કો થી ઉડાન ભરનાર રશિયનસેના નું વિમાન ટીયુ-154 ક્રેશ થયું છે જેમાં 92 ના મોત થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્ય વિમાન નો કાટમાળ કાલા સાગરમાંથી મળી આવ્યો છે. રુસી સેના નું આ વિમાન ઉડાન ભર્યા બાદ લગભગ 20 મિનિટ પછી રડાર થી ગાયબ થઇ ગયું હતું. વિમાનમાં 91 લોકો સવાર હતા. રુસી મીડિયા ના રિપોર્ટ અનુસાર મિલિટ્રી ના આ વિમાનમાં સોચી થી ઉડાન ભરી હતી. અને આ સીરિયા જઇ રહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, પ્લેન સવારે 5.20 કલાકે ઉડાન ભરી એ 5.40 કલાકે લાપતા હતું. આ વિમાનમાં 9 પત્રકારો સહિત રુસી આર્મ્ડ ફોર્સના બૈંડ ના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. તે સિરિયા ના લટાકિયા સ્થિત રુસી એયરબેસ માં નવા વર્ષ ઉપર એક ઇવેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યા હતા.
લાપતા થયા પછી રુસ શોધખોળ અભિયાન ચલાવ્યું જેમાં કાટમાળ કાળા મહાસાગરમાંથી બરામદ થયો હાલમાં પ્લેન ક્રેશનું કારણ જાણવા નથી મળ્યું. પરંતુ માનવામાં આવે છે કે ટેકનીકલ ખામીના કારણે વિમાન અકસ્માતગ્રસ્ત બન્યું હોઈ શકે છે.
આ બનાવ ને લઈને ભારે દોડધામ મચી ગઇ છે. આ વિમાન 1983 થી સર્વિસ માં હતું અને 7000 કીમી ઉડાન ભરી ચૂક્યું હતું, આ વિમાન ની મરામત ડીસેમ્બર 2014 માં મરામત કરાઈ હતી અને છેલ્લે સપ્ટેમ્બર માં સર્વિસ કરાઈ હતી.
રશિયન સેના નું વિમાન તૂટી પડતા 92 ના મોત..
