રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ ; માનવાધિકાર જૂથોએ કોર્ટના નિર્ણયનું કર્યુ સ્વાગત

0
36

યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
કોર્ટે નોંધ્યું છે કે પુતિન યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર છે.
દરમિયાન માનવાધિકાર જુથો દ્વારા કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યુ છે.

વિગતો મુજબ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2 દ્વારા પુતિન સહિત અન્ય બે ઈસમો મારિયા અલેકસેયેવના અને લવોવા-બેલોવાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું છે.

અત્રે નોંધનીય છે કે ગત.તા.24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી આજદિન સુધી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

આ દરમિયાન યુક્રેને રશિયા પર લગાવેલા આરોપ બાદ યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર ગણી કોર્ટ દ્વારા પુતીન સહિત ત્રણ સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.