નવી દિલ્લી તા 16 : રાકેશ અસ્થાના ની નિમણુંક પર છેલ્લા ઘણા સમય થી ચાલી રહેલા વિપક્ષ ના પ્રહારો બાદ આજે ફરી મામલો ગરમાયો છે વિપક્ષે રાકેશ અસ્થાન ની નિમણુંક ને ગેરકાયદેસર થઇ હોવાનો આક્ષેપ લગાવ્યો છે માનવામાં આવી રહ્યું છે કે રાકેશ અસ્થાના માં મોદી ના ઘણા નજીક ના માણસો માંથી એક માણસ ઘણાવા માં આવે છે આઈપીએસ રાકેશ અસ્થાના 1984 બેચના ગુજરાત કેડરના ઑફિસર છે. પરંતુ 1992થી 2002 સુધી તેમની પ્રતિનિયુક્તિ સીબીઆઈમાં હતી. આ જ સમય ગાળામાં તેમણે ઘાંસચારા કૌભાંડના મહત્વના અધિકારી તરીકે કામગીરી બજાવી હતી.પરંતુ આજે આવનારી 17 જાન્યુઆરી ના દિવસે યોજાનારી બેઠક માં રાકેશ અસ્થાના ની નિમણુંક ને લઇ ને ચર્ચા કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, આર.કે દત્તા ની તત્કાલીન બદલી બાદ રાકેશ અસ્થાના ની સીબીઆઈ ના વડા તરીકે ની નિમણુંક ઘણા સવાલો ઉભા કરે છે.