રાજકોટની જનતા થઈ જાવ સાવધાન: કોરોના – એચથ્રીએનટુએ ફરી માથું ઉચક્યું, સીઝનલ રોગચાળામાં થયો વધારો

0
32

હાલ રાજકોટમાં સીઝનલ રોગચાળા એ માથું ઉચક્યું છે. કોરોના અને એચથ્રીએનટુનાં કેસ પણ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે ત્યારે લોકો તકેદારી રાખે તથા રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય કેન્દ્રને પણ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કોરોના – એચથ્રીએનટુ – સીઝનલ રોગચાળો તેમજ દર્દીઓની સંખ્યા વ્યાપક પ્રમાણમાં વધતા કેન્દ્ર સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક અને વેક્સીનેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે પત્ર આપ્યો હોય જેમાં ગુજરાત રાજ્ય શામેલ હોય એ પરથી રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં હોય ત્યારે સફાળું જગાડવા અને સઘન તકેદારીના પગલા લેવા વિપક્ષી નેતાએ માંગ કરી છે. આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર તથા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તુરંત કાર્યાન્વિત કરવી જેમાં ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ, ટ્રેકિંગ અને વેક્સીનેશન વધારવા સહિતની તમામ આરોગ્યલક્ષી સેવાઓ રાજકોટની જનતાને 24 X 7 મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને હેલ્પલાઇન નંબર જાહેર કરવા અમો રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં રજૂઆત ભાનુબેન સોરાણીએ કરી છે. વધુમાં જણાવવાનું કે રાજકોટમાં જેટલી લેબોરેટરીઓ આવેલ છે એ તમામમાં ટેસ્ટીંગ માટેના ચાર્જ સમાન ધોરણે વસુલાય તેમજ રોજબરોજના આંકડાઓ રાજકોટ મહાનગર પાલિકામાં જાણ કરવામાં આવે તેમજ રાજકોટ શહેરના નગરજનોને સત્વરે સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરવા રજૂઆત કરાય છે.