રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આચારસંહિતા ભંગની 27 જેટલી ફરિયાદ મળતા તંત્ર દ્વારા લેવાયા એક્શન

0
31

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ ચાલુ થઈ છે ત્યારે આચાર સંહિતા ભંગની ફરિયાદો પણ આવવાની શરૂ થઈ ગઈ છે.
રાજકોટની વાત કરવામાં આવેતો છેલ્લા 24 કલાકમાં આચારસંહિતા ભંગની 27 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે.
રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજિલ (C-Vigil) એપ પર ફરિયાદો કરી તંત્રનું ધ્યાન દોરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાંથી પાંચ ફરિયાદ સહિત કુલ 27 ફરિયાદ મળતા ચૂંટણીતંત્ર દ્વારા તરતજ નિકાલ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી-વિજિલ એપના માધ્યમથી અત્યારસુધીમાં 27 જેટલી મળેલી ફરિયાદ પૈકી બે ફરિયાદ ખોટી હોવાનું જણાયું હતુ.
જે ફરિયાદ મળી છે તેમાં ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી 1-1, ગોંડલ મતક્ષેત્રમાંથી 10, જેતપુર ક્ષેત્રમાંથી 2, રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાંથી 2, રાજકોટ દક્ષિણમાંથી 5 તથા રાજકોટ પશ્ચિમ ક્ષેત્રમાંથી 1 મળીને કુલ 25 ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.