રાજકોટમાં જાવ ત્યારે સાચવજો અહીં કમ્મર, ગરદન તૂટવાના ચાન્સ વધ્યા, વાહનમાં પણ આવી શકે મોટો ખર્ચો !! આ છે કારણ

0
71

રાજ્યમાં જનતા કરોડોમાં ટેક્સ આપી રહી હોવાછતાં સુવિધાઓ મળતી નથી અને ઠેરઠેર તૂટેલા રોડને કારણે પબ્લિકના હાડકા તૂટવા સહિત વાહનોમાં ખર્ચો વધ્યો છે.
રાજ્યમાં ખાલી એકલા રાજકોટની વાત કરવામાં આવે તો અહીં વાહનચાલકો મહાનગરપાલિકાને ટેક્સ પેટે રૂ. 18 કરોડ ચૂકવે છે. આમ છતાં રોડ- રસ્તાની સારી સુવિધા મળતી નથી અને તેમાંય ચોમાસાના ચાર મહિનામાં તૂટેલા રોડ રસ્તાને કારણે હાડકાં, કમર, ડોકના દુખાવાના કેસમાં 25 ટકા વધારો થતો હોવાનું હોસ્પિટલના કેસો ઉપરથી નોધાયું છે.

જયારે વાહનોમાં પણ જમ્પર, બ્રેક, ટાયર, કલ્ચને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે જે વિવિધ ગેરેજમાં રિપેરમાં આવતી અનેક કારમાં 5થી 50 હજારનો ખર્ચ આવ્યો હોવાનું જણાયું છે.

રાજકોટમાં દરરોજ 200 જેટલી અંદાજે કાર હાલમાં રિપેરિંગ જતી હોવાનું સામે આવ્યુ છે. જેમાં રિપેરિંગ માટે રૂ. 5 હજારથી લઇને રૂ. 50 હજાર સુધીનો ખર્ચ આવતો હોવાનું કાર માલિકોનું કહેવું છે.

જ્યારે રોજના 2 વ્હિલર, 200 રિક્ષા, રિપેરિંગમાં જાય છે. આમ, ચોમાસાના ચાર મહિનામાં વાહનચાલકોને રિપેરિંગ માટે દૈનિક 30 લાખનો ખર્ચ કરવો પડે છે. તેમ ગેરેજ સંચાલકો જણાવી રહ્યા છે.રાજકોટમાં ઠેર- ઠેર રસ્તા પર ખાડા જોવા મળે છે. તો બીજી તરફ બ્રિજના કામ ચાલી રહ્યા હોય ખરાબ રોડ- રસ્તા પર વાહન લઇને પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે.