રાજકોટમાં ઠંડા પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાયા,સીઝનલ બીમારીમાં વધારો

0
39

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડા પવન ફુંકાતા લોકો કકડતી ઠંડીનો અનુભવ કરી રહયા છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી તા. 26 જાન્યુઆરી સુધી આવો ઠંડો પવન ફૂંકાતો રહેશે. જ્યારે ઠંડીની વાત કરવામાં આવે તો આગામી તા.15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું વાતાવરણ રહેશે.
ત્યારબાદ 15 માર્ચ સુધી ઠંડી-ગરમી બન્ને અનુભવાશે એટલે કે ડબલ ઋતુનો અનુભવ થશે.

રાજકોટમાં સરેરાશ લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી જોવા મળી રહ્યું છે અને દિવસભર ઠંડા પવનો ફુંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં દિવસભર જોવા મળી રહયા છે.

ઠંડીના કારણે હાલમાં ખાનગી-સરકારી દવાખાના દર્દીથી ઊભરાઈ રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઠંડીના કારણે શરદી-તાવ સહિતની બીમારીમાં વધારો નોંધાયો છે.