રાજકોટમાં રાહુલ ગાંધીની મુલાકાત ટાંકણે જ પીઢ કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા, કહ્યું :-“રાહુલથી કઈ થવાનું નથી !”

0
37

રાજકોટમાં કોંગ્રેસના રાહુલ ગાંધી આગમન પૂર્વે જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયાની આગેવાનીમાં 150 જેટલા પીઢ આગેવાનો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે. રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની પેનલમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયાની આગેવાનીમાં 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાવા મુદે પુરુષોત્તમ સગપરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘રાહુલથી કંઈ થવાનું નથી ‘ !!
તેઓ ભાજપમાં જોડાઈ ગયા બાદ બરાબરના ખીલ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે મૂળ તો હું ભાજપનો જ કાર્યકર છું અને પાયાનો કાર્ય કરતો હતો.
હું કોંગ્રેસમાં લોકોની સેવા કરવા ગયો હતો, પરંતુ એમાં કોઈ કામ થતાં નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તો તેમનાથી કંઈ નહીં થાય, તેમની સભામાં માણસો પણ નહીં આવે.
અમે કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસમાં જ રહ્યા છીએ, પણ હવે વનવાસ પૂરો થયો, હવે કામ કરીશું’ !!

આમ,ચૂંટણી માથા ઉપર છે ત્યારે કોંગ્રેસના રાહુલ રાજકોટમાં આવવાના છે ત્યારેજ કોંગીજનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા ભારે ચર્ચા ઉઠવા પામી છે.