રાજ્યના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ પડતા સીમલા જેવો નજારો

0
33

રાજ્યમાં આજે વડોદરા-સુરત સહિત અરવલ્લી જિલ્લામાં પણ ઠેર-ઠેર કરા પડયા હતા પરિણામે સીમલા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો હતો.

અહીંના વણીયાદ-મોડાસા માર્ગ પર કરા પડતા રોડ ઉપર ઠેરઠેર બરફ જ બરફ જોવા મળી રહ્યો હતો.જેની વાહન ચાલકોએ મોજ માણી હતી અને વીડિયો વાયરલ કર્યાં હતા.

અરવલ્લી જિલ્લામાં મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરા સાથે વરસાદ પડતા વાતાવરણ ઠંડુંગાર થઈ જવા પામ્યું હતું.