રાજ્યમાં કેટલીય જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો છે ત્યારે હજુપણ સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા અને તાપીમાં વરસાદ થવાની આગાહીબવ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન તારીખ 19 અને 20 દરમિયાન બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા અને છોટાઉદેપુર સહિત સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તારીખ 21 અને 22 માર્ચના રોજ સવારના 8.30 દરમિયાન પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે.
આમ,રાજ્યમાં હજુપણ કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.