રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો,આજે નવા 121 દર્દીઓ નોંધાયા

0
30

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા તંત્રમાં ચિંતા પ્રસરી છે અને લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવી રહ્યું છે.

દરમિયાન,છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 121 કેસ નોંધાયા છે અને 35 દર્દીઓ સાજા પણ થયા છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરવામાં આવેતો તો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 518 દર્દીઓ હાલ સ્ટેબલ છે.

અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં 12 નવા કેસ સામે 3 ડિસ્ચાર્જ થયા છે.
જ્યારે સુરતમાં 12 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે.

મહેસાણામાં 11 નવા કેસ નોંધાયા છે અને 3 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સાબરકાંઠામાં 6 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં હાલ છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓ વધ્યા છે ત્યારે સાવચેતી રાખવા જણાવાયુ છે.

આમ,રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના 49, રાજકોટમાં 19 કેસ, સુરતમાં 15, મહેસાણામાં 11 કેસ, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04 કેસ, ભાવનગર અને વલસાડમાં 3-3 કેસ, બનાસકાંઠા, ગાંધીનગરમાં 2-2 કેસ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ અને દાહોદ, નવસારી, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.