રાજ્યમાં કોરોના વકર્યો,આરોગ્ય પ્રધાન થયા કોરોના સંક્રમિત

0
64

રાજ્યમાં કોરોનાના કેસ વધવા માંડ્યા છે અને લોકોને સાવચેતી રાખવા જણાવાયુ છે ત્યારે આરોગ્ય પ્રધાન કોરોના સંક્રમિત થયા છે.
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત થતા તેઓએ ટ્વિટ કરી જાણકારી આપી છે.

ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો.ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
રાજ્યમાં કોરોનાના સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા તંત્ર એક્શન મોડ ઉપર છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 200થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 163 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 1524 એક્ટિવ કેસ છે, બે દર્દી હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 1522 દર્દીઓ હાલ કોરોન્ટાઇન છે.
આમ, ચોમાસુ બેસતા ફરી પાણીજન્ય રોગમાં વધારો થતાં કોરોના વકર્યો છે,ત્યારે સાવધાની રાખવા જણાવાયુ છે.