રાજ્યમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ જાહેર ; વેચાણ કે ઉપયોગ અંગે 100 નંબર ઉપર જાણ કરો !

0
61

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન ના ઉપયોગથી લોકોના મોત થઈ રહયા છે અને પક્ષીઓના પણ મોત અને ગંભીર ઇજાઓના મામલા સામે આવ્યા બાદ તેના ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને દિશાનિર્દેશ આપી તેનો કડક અમલ કરાવવા જણાવતા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે.
હવે જો કોઈ નાગરીકને ચાઈનીઝ દોરી મામલે જાણ થાયતો 100 નમ્બર ઉપર ફરિયાદ કરી શકશે.

ચાઇનીઝ દોરીથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થાય છે. સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજ્ય સરકારે સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપી પગલાં ભરવા જણાવ્યું છે.
લોક જાગૃતિ માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, રાજ્યમાં લગાવેલા એલ.ઇ.ડી. સ્ક્રીન પર જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી ચાઈનીઝ દોરીનો વપરાશ નહિ કરવા જાહેરાત કરવા જણાવાયુ છે.

નાગરિકો ચાઇનીઝ દોરા સહિત વસ્તુના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે 100 નંબર પર ફરિયાદ કરશે તો પોલીસ એક્શન લેશે.
આમ ચાઈનીઝ દોરીના વપરાશ અંગે કોઈને જાણ થાયતો 100 નંબર ઉપર હવે ફરિયાદ થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.