રાજ્યમાં ચૂંટણીઓ આવતા સોની બજાર અને આંગડિયા બજારમાં મંદીનો માહોલ ; લગ્ન સીઝનમાં કમાવાના દિવસોમાં પણ ધંધા ઠપ્પ !

0
47

રાજ્યમાં ચૂંટણીઓ ડિકલેર થયા બાદ લગ્ન પ્રસંગ માટે રોકડ વ્યવહાર અને ઘરેણાંની ખરીદીમાં તકલીફો ઉભી થઇ છે અને વડોદરાની વાત કરવામાં આવેતો અહીં સોની બજાર અને આંગળીયા પેઢી માર્કેટમાં ચૂંટણીની આચારસંહિતાની અસર દેખાઈ રહી છે.

પોલીસ ચેકિંગ માટેની ટીમોના ડરે સોની બજારમાંલગ્નસરાની સિઝનમાં હાલત કફોડી બની છે.
આંગડિયાના કર્મચારીઓ રાજકોટ, અમદાવાદ અને સુરતથી ડિલિવરી આપવા આવતા નથી.
બીજી તરફ આંગડિયાના રોજના ચારથી સાડા ચાર કરોડ રૂપિયાના કારોબાર પર અસર પડી છે. વડોદરાના ન્યાયમંદિર,અલકાપુરી તેમજ સરદારભવનનો ખાંચો સહિત વિસ્તારમાં 50 જેટલી આંગડિયા પેઢી છે.
જોકે હાલમાં કોઈ વડોદરા આવવા તૈયાર ન હોવાથી માલ મોકલનાર વેપારીઓ માલ અહીં આવીને જાતે લઇ જાઓ, રસ્તામાં કંઇ થાય તો જવાબદારી નહીં જેવા જવાબો આપી રહ્યાં હોય કોઈ રિસ્ક લેવા તૈયાર નથી.

ઓલ ઇન્ડિયા ગોલ્ડસ્મીથ ટ્રેડર્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ગુજરાત સુવર્ણકાર સુરક્ષાસેતુ સંસ્થાઓના અધ્યક્ષ નિલેશ લુભાનીએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1000 જેટલા સોનાના આંગડિયા છે. આચારસંહિતાના પગલે તે માલ લેવા-મૂકવા તૈયાર નથી. ગુજરાતભરમાં અમે આઇકાર્ડ આપી રહ્યાં છીએ. દસ્તાવેજો હોય છતાં પોલીસે માલ જપ્ત કર્યાના કિસ્સા બન્યા હોય ખોટી હેરાન ગતિ માં કોઈ પડવા માંગતા નથી.
આમ,બરાબર લગ્ન સીઝનમાં બે પૈસા કમાવાના સમયે ઇલેક્શન આવતા ધંધામાં મોટી અસર પડી હોવાનું વેપારીઓ જણાવી રહયા છે.