રાજ્યમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું! કોલ્ડવેવની આગાહી

0
41

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જારી છે અને 24 કલાકમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના મિટીરીયોલોજીકલ સેન્ટર દ્વારા સમગ્ર ગુજરાત સહિત સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો થવા સહિત આગામી ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

–તંત્ર દ્વારા કોલ્ડ વેવને પગલે લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે. સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરવા સાથે માર્ગદર્શિકા જાહેર કરી છે.