ચોમાસામાં રાજ્યભરમાં રોડ તૂટી ગયા છે અને વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે ત્યારે નવા રોડ બનવા મુશ્કેલ છે પણ હવે ખાડાઓ પુરવાનું શરૂ થયું છે.
આ ફોટો કરજણના નગરના જાહેર માર્ગો પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓને લઈને કરજણ નગર પાલિકા દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડાઓ પુરવાનીને પીચ વર્ક કરવાની કામગીરી દરમ્યાનનો છે.
અહીં જાહેર માર્ગો પર પડેલા મોટા મોટા ખાડાઓ પુરી થીંગડા મારવાની કામગીરી શરૂ થઈ છે.
કરજણ નગરમાં આવેલા જાહેર માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાન છે અને ખુબજ આક્રોશ છે લોકો તૂટેલા રોડથી ખુબજ કંટાળી ચુક્યા છે ત્યારે હવે તંત્રએ રોડ ઉપર થિંગડાં મારી કામ ચલાવ કામગીરી શરૂ કરી છે.
આવા રોડ આખા રાજ્યમાં ઠેરઠેર તૂટી ગયા છે ત્યારે લોકો ના વાહનોમાં ખર્ચા આવી રહયા છે અને કમરના દુઃખાવાની ફરિયાદો વધી છે તેમજ અકસ્માત નું પ્રમાણ વધ્યું છે તેવે સમયે રોડનું નવીની કરણ કરવા માંગ ઉઠવા પામી છે.