રાજ્યમાં ફાટી નિકળેલા કોમી તોફાનો દરમિયાન સર્જાયેલા દેલોલ હત્યાકાંડ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ જાહેર

0
52

રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન પંચમહાલના દેલોલ હત્યાકાંડ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં 2003માં કાલોલ પોલીસ મથકે રાયોટિંગ, હત્યાની ફરિયાદ થઈ હતી.

જેતે સમયે રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો મામલે દેલોલ હત્યાકાંડ કેસમાં 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાન હાલોલ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચોથા એડિશનલ જજ સમક્ષ કેસ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં ટાંકવામાં આવેલા મુદ્દા પુરવાર નહીં થતા કોર્ટે આરોપીઓ ને નિર્દોષ જાહેર કર્યા છે.

મહત્ત્વનું છે કે રાજ્યમાં 2002માં થયેલા કોમી રમખાણો સમયે પંચમહાલના દેલોલમાં થયેલી 6 લોકોની હત્યા કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી જેઓને નિર્દોષ જાહેર કરાયા છે .
આ આરોપીઓ પૈકી કેટલાકના મૃત્યુ થયા હતા. હવે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.