રાજ્યમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂનો ઉતરી રહ્યો છે માલ ! વડોદરા બોર્ડર ઉપરજ માત્ર પાંચ દિ’માં પકડાયો રૂ 1 કરોડનો દારૂ ! બાકીનો દારૂ ક્યાં ક્યાં ગયો ?

0
45

ગુજરાતમાં બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારે સરકારે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા પોલીસને સૂચના આપી અને કેટલાક મોટા બુટલેગરો સામે પગલાં ભરવાનું શરૂ થયું પણ હવે ફરી કરોડોનો દારૂ ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે અને મોટાપાયે ફરી ધંધો ચાલુ થઈ ગયો છે,ત્યારે સવાલ એ થાયકે શુ ગુજરાતમાં આવુજ ચાલશે?દારૂબંધી ના ઓઠા હેઠળ બે નંબરમાં ધંધો ચાલતોજ રહેશે ? પણ આનો કોઈ પાસે જવાબ નથી.

વડોદરા શહેર અને જિલ્લામાં દારૂની મોટાપાયે થઈ રહેલી દારૂની હેરાફેરીનો મોટો ખુલાસો થયો છે, છેલ્લા માત્ર પાંચ દિવસનીજ વાત કરવામાં આવેતો વડોદરા જિલ્લામાં રૂ.1 કરોડની મત્તાનો દારૂ પકડાયો છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં બિન્દાસ દારૂ ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે અને બેરોકટોક દારૂનો ધંધો ચાલતો હોવાની વાત સામે આવી છે, વડોદરા સુધી પહોંચી ગયેલો રૂ.એક કરોડનો દારૂ પકડાઈ ગયો પણ જેની બાતમી નથી મળી તેવો કેટલો દારૂ રાજ્યના અન્ય ભાગોમાં પહોંચી ગયો હશે તે પણ એક મોટો સવાલ છે.

છેલ્લા પાંચ દિવસોમાં વડોદરા જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી રૂા.36.91 લાખ અને એક્સપ્રેસ વે પાસેથી રૂા.23.89 લાખ સહિત કુલ રૂા.60.81 લાખના દારૂનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો. LCBએ કુલ રૂા.80.94 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

વડોદરા-હાલોલ રોડ ઉપર  વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચણાના છોતરાની આડમાં વડોદરા તરફ આવી રહેલો રૂપિયા 25.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

હાલમાં વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઈ ચૂકી છે તેવે સમયે મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઠલવાઇ રહ્યો છે તેમાં કોની કોની ભૂમિકા હશે ?અને મોટા બુટલેગર ને કોણ છાવરી રહ્યું હશે?કેમ ગુજરાતમાં દારૂબંધી અસરકારક નથી ? વગરે સવાલો જનતામાં ઉઠવા પામ્યા છે.