રાજ્યમાં ‘લગ્ન ઉત્સવ’ અને ‘ચૂંટણી ઉત્સવ’ એકજ દિવસે હોય અવઢવની સ્થિતિ ! શુ મતદાન ઉપર થશે અસર ?

0
46

રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ વિધાન સભાની ચુંટણીઓ ડિકલેર થતા જ તંત્ર કામે લાગ્યું છે તો બીજી તરફ આજ દિવસોમાં લગભગ 5000 થી વધુ લગ્નો હોય કોર્પોરેશનના હોલ સહિત અતિથિ ગૃહો તેમજ અનેક મંડપના ચૂંટણીઓમાં ઓર્ડર મળતા લગ્નોમાં હોલ,અતિથિ ગૃહ અને મંડપ હવે કેન્સલ થતા ખાનગી હોલ અને હોટલો તરફ લગ્ન કરનારા પરિવારોમાં દોડધામ મચી છે અને રોકડ વ્યવહાર પણ લગ્ન માં કેમ કરવો તે પ્રશ્ન ઉભો થયો છે કારણકે રૂ.50,000થી વધુ વહીવટ કરવામાં પણ પોલીસ પકડી જાય તેવી સ્થિતિ છે.
હાલમાં જે સ્થિતિ છે તે મુજબ તા.1 થી 8 ડિસેમ્બર દરમ્યાન ચૂંટણીના પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ 5000 થી વધુ લગ્નો છે જ્યારે 5મી એ બીજા તબક્કામાં 3000થી વધુ લગ્નો છે અને 8મી એ જ્યારે મત ગણતરી છે તે દિવસે 2000થી વધુ લગ્નો છે.
આ બધા વચ્ચે રોકડ પર વોચ પેમેન્ટ અટવાશે,હોલ ચૂંટણીઓમાં રોકાઈ જતા બુકીંગ કેન્સલ થયા છે, મંડપની ચૂંટણીમાં માંગ વધતા ભાડાં ડબલ થઈ ગયા છે.
આ બધા પરીબળો વચ્ચે ઇલેક્શન અને લગ્નો એકસાથે આવતા મતદાન પ્રક્રિયામાં અસર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.