રાજ્યમાં હોમગાર્ડ જવાનોના પગાર વધ્યા,હવેથી રોજના રૂ.450 મળશે

0
43

રાજ્ય સરકારે હોમગાર્ડસ જવાનોના પગાર વધાર્યા છે અને હવેથી માનદ વેતનમાં 31-11- 2022 થી 50 ટકાનો વધારો કરી રૂપિયા 450 પ્રતિદિન વેતન આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના હોમગાર્ડ જવાનો અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં હોમગાર્ડ જવાનોનું મંજૂર મહેકમ 784 છે, જેમાંથી 719 જેટલું મહેકમ ભરવામાં આવેલું છે.

ઉપરાંત ડાંગ જિલ્લામાં હોમગાર્ડ જવાનોના ૪૭૧ મંજૂર મહેકમ સામે 461 જેટલું મહેકમ ભરવામાં આવેલું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સભ્ય દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ જવાનોની દિવસ રાતની મહેનતને બિરદાવવા માટે તેમને રાષ્ટ્રપતિના ચંદ્રક, રાજ્યપાલના ચંદ્રક અને મુખ્યમંત્રીના ચંદ્રક સહિતના વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
દરમિયાન હવે હોમગાર્ડના પગાર વધતા તેઓમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.