રાજ્યમાં 2022ના છેલ્લા બે મહિનામાં લગ્નોની ભરમાર ; એક તરફ ચૂંટણી અને બીજી તરફ લગ્નો ; ભારે દોડધામ

0
42

એક તરફ ડિસેમ્બરમાં ચુંટણીઓ છે તો બીજી તરફ તા.22 નવેમ્બરથી લગ્નની શરૂઆત થઈ ગઈ છે, ઠેરઠેર લોકો લગ્નોમાં વ્યસ્ત છે અને બીજી તરફ ચૂંટણી હોય દોડધામનો માહોલ જોવા મળી રહ્યો છે.

લગ્નોની વાત કરવામાં આવેતો 2022ના છેલ્લાં બે મહિનામાં લગ્નની મોસમ ખીલી છે તા. 22 નવેસર બાદ 24, 25, 27 અને 28 નવેમ્બર તથા ડિસેમ્બરમાં 2, 7, 8 અને 9 તારીખે લગ્ન માટે શુભ દિવસ હોય આ દિવસોમાં લગ્નોની ભરમાર છે.
સિઝનનું છેલ્લું લગ્ન મુહૂર્ત 9 ડિસેમ્બરના રોજ રહેશે. પછી 15 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થયા બાદ લગ્ન થશે નહિ. બાદમાં મકર સંક્રાંતિ બાદ ફરી 15 જાન્યુઆરી 2023થી રોજ લગ્ન મુહૂર્ત શરૂ થઈ જશે.
આમ આ વર્ષના અંતિમ બે વર્ષમાં લગ્નોની મૌસમ ખીલી છે.

રાજ્યભરમાં કુલ ૭૫ હજારથી વધુ લગ્ન પ્રસંગ યોજાશે. આ પૈકી ચૂંટણી નજીક હોય તે અરસામાં એટલે કે ૨૯ નવેમ્બર, ૨-૪ ડિસેમ્બરના પણ લગ્નના શુભ મુહૂર્ત છે

લગ્ન અને ચૂંટણીની એકસાથે મોસમ હોવાથી ખાસ કરીને પાતળી સરસાઇ ધરાવતી બેઠકના ઉમેદવારો ચિંતામાં મૂકાઇ ગયા છે.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કપરાડા, ગોધરા, ધોળકા, માણસા, ડાંગ, બોટા, દિયોદર એવી બેઠક હતી જ્યાં હાર-જીતનો ફેંસલો ૧ હજારથી ઓછા મતના અંતરથી થયો હતો તેવે સમયે લગ્નો ને કારણે તેની અસર મતદાન પર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.