રાજ્યમાં 74માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી,બોટાદમાં રાજ્યપાલે ધ્વજ ફરકાવ્યો,CM પટેલ હાજર રહ્યા

0
41

રાજ્યમાં 74માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ તકે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, આજે રાજયમાં ઠેરઠેર પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
આ વખતે બોટાદમાં રાજયકક્ષાના ગણતંત્ર દિવસ ની ઉજવણી થઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહયા હતા.
આજે 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહ્યા અને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું.

સાથેજ આજે સમગ્ર રાજયમાં તમામ જિલ્લામાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રાજયના 18 જિલ્લાઓમાં એક સ્પીકર સહિત 17 મંત્રીઓએ જયારે 15 જેટલા જિલ્લામાં જિલ્લા કલેકટરે ધ્વજવંદન કર્યું હતું.
રાજ્યમાં દરેક સરકારી કચેરી તેમજ શાળા-મહાશાળાઓમાં ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.