14 C
Ahmedabad
Sunday, January 23, 2022

રાજ્યમાં GST માં કૌભાંડ આચરનારા અધિકારીઓ ની ખૈર નથી,ડીસા માં કરોડો નો વહીવટ કરનારા સામે રાજ્ય વેરા કમિશનર લાલઘૂમ !! અમદાવાદ માં ક્યારે થશે તપાસ ?સત્યડે નો આ અહેવાલ વેરા કમિશ્નર વાંચે !!

Must read

રાજ્ય માં અમદાવાદ માં જીએસટી મુદ્દે કરોડો નું કૌભાંડ ચાલતું હોવાની શક્યતા અંગે સત્યડે માં અહેવાલો છપાયા બાદ હજુ તપાસ કરવામાં આવી નથી ત્યાંજ ડીસા GST અધિકારીઓનું મોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ખોટા બિલ તેમજ ચલણ બનાવી રૂપિયા 5.98 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે, ડીસા GST વિભાગના ચાર કર્મચારીઓ, ટેક્સ એડવોકેટ અને 29 આરોપીઓ સહિત કુલ 35 લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.
ડીસા ઉત્તર પોલીસ મથકે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતીબેન દેસાઈએ આ સમગ્ર ઘટનામાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. સરકારી નાણાંની ઉચાપત મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદ માં પણ રાજ્ય વેરા કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા ગફલા બહાર આવવાની શક્યતા છે.
અમદાવાદ માં GST અધિકારીઓ સાથે ઘરોબો રાખી કેટલાક વેપારીઓના ખોટા GST બિલો બતાવી GST પાસ કરાવવા મામલે પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે તેમ છે.
અમદાવાદ ના એક એવા ટેક્સ કન્સલ્ટન્ટ અમરીશ દવે અને ઉજવલ દવે માટે કહેવાય છે કે તેઓ વેપારીઓ ને GST ના ભરવો હોય કે GST ભરવામાં કોઈ સેટિંગ કરવું હોય અને સરકારમાં GST ઓછો બતાવી જમા કરાવવો હોય તેનું કામ કરી આપતા હોવાની વાત ચર્ચામાં છે.આ ટેક્સ કન્સલ્ટન્ટ કે વી.એસ. હોસ્પિટલની સામે આવેલા એક કોમ્પ્લેક્ષ માં ઓફીસ માં આ કામો થતા હોવાની વાત છે અને અમરીશ દવે તથા ઉજવલ દવે રાજ્ય કર વેરા ભવનના અધિકારી જોશી અને સોલંકી ના વહીવટદાર હોવાનું વેપારીઓ ને જણાવી મસ મોટી રકમ પડાવી GST ભરવામાં છેડછાડ કરી સેટિંગ કરી રહ્યા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. મહમદ ટાટા,શાહીબાગ ના એક મારવાડી વેપારી અને બીજા અનેક મોટા વેપારીઓ કે જેમને GST ચોરી કરી છે અને તેવા વેપારીઓને આ અમરીશ દવે અને ઉજવલ દવે નામનો ટેક્સ કન્સલ્ટન્ટ સહારો આપી અને રાજ્યકર વેરા વિભાગના અધિકારીઓ ની સાથે મિલીભગત કરી સરકારી ટેક્સ માં ચોરી કરવાનું કાવતરું આચરી રહ્યા છે રહ્યા હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે ત્યારે આ મામલે પણ જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article