12 C
Ahmedabad
Friday, January 28, 2022

રાજ્ય માં કાતિલ ઠંડા પવનો ને લઈ પતંગ રસિયાઓ ઠુંઠવાયા,તડકા ની લીધી મોજ

Must read

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. ત્યારે આજે અને કાલે ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓને સવારના સમયમાં જેકેટ અને ગરમ વસ્ત્રો પહેરી પતંગ લઈ ધાબા ઉપર નજરે પડી રહયા છે. જોકે આજે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિયાઓ ધાબે તો ગયા પણ કાતિલ ઠંડા પવનો ને લઈ તડકો જામે ત્યારે જ પતંગ ચગાવવા નું નક્કી કરી ધાબે કુમળા તડકા ની મજા લીધી હતી આજે 11 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

બીજી તરફ રાજ્ય માં દરરોજ 11 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેને કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા પર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ કેમ લાદયો હશે તે વાત ઉપર લોકોમાં ભારે ચર્ચા ઉઠી છે.
જોકે, ડીજે કે મ્યુઝીક ના કારણે વધુ ભીડ થતી હોવાનું ધ્યાન માં આવતા સરકારે આ નિર્ણય લીધો છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article