રાજ્ય માં નવા સત્ર ની શાળાઓ ચાલુ કરવા ઉઠી માંગ : આજે નિર્ણય લેવાય તેવી શકયતા

0
82

રાજ્ય માં કોરોના આવતા શાળાઓ નું શિક્ષણ કાર્ય ખોરવતા ફી નો પ્રશ્ન વિકટ બન્યો છે અને પાછળ ના વર્ષ ની ફી હજુપણ મોટાભાગ ના વિદ્યાર્થીઓ ના વાલીઓ દ્વારા ભરવામાં આવી નથી નવા શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ ફી લેવામાં આવતી હોય છે પણ ઓન લાઈન માં કોઈ ફી ભરતું નહિ હોવાથી શાળાઓ ચલાવવા નો ખર્ચ માથે પડતા સ્ટાફ અને ખર્ચ ને પહોંચી વળવા જો શાળાઓ ઓફ લાઈન ચાલુ થાય તોજ આવક થઈ શકે તેમ હોય અને સાથેજ બાળકો ને વાસ્તવિક શિક્ષણ પણ મળી રહે તે માટે હવે શાળાઓ ઝડપ થી ચાલુ કરવા માંગ ઉઠી રહી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હળવી બનતા હવે ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શિક્ષણ ચાલુ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગમાં બેઠકો ચાલી રહી છે, જેની ચર્ચા બાદ આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.
આજે બપોરે 12 કલાકે મંત્રીમંડળની બેઠક મળશે. જેમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી તેમજ આગામી સપ્તાહે ધોરણ 9 થી 11ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે ચર્ચા કરવામાં આવનાર છે.
નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રીએ જૂનાગઢના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ઓફલાઈન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા વિચારણા કરાશે.

ગુજરાત સરકારે કોરોના ગાઈડલાઈન પાળવા સાથે ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓને વાલીની સંમતિપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે, તેવી જ રીતે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે સ્કૂલો શરૂ કરવા સ્કૂલ સંચાલકો દ્વારા પણ જિલ્લા કલેક્ટરોને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.